પ્રબોધ, પ્રવીણ અને પ્રાજ્ઞ સાથે તમારી પોતાની મદદ કરો
એક જોશીલો શીખવાનો અનુભવ
અન્ય ભારતીય ભાષાઓની મદદથી હિંદી શીખવા માટે અહિંયા ક્લીક કરો.
ગુજરાતીની મદદથી હિંદી શીખવા માટે અહિંયા ક્લીક કરો.કંમ્પ્યુટર પ્રૌદ્યોગિકીએ આજે અમારા જીવનને શિક્ષણ અને ભાષા શિક્ષણ / તાલીમ સાથે સમૃધ્દ બનાવી દીધો છે.
કંમ્પ્યુટર મા કૃત્રિમ બુધ્દિ અને મલ્ટી મીડિયા પ્રૌદ્યોગિકીનો નવીનતમ ઉપયોગ કરવાથી શ્રવ્ય, દ્રશ્ય-શ્રવ્ય સાધનો ની સહાયથી ભાષાના પૈકેજો નો ઉપયોગ કરીને ગત્યાત્મક અને સક્રિયાત્મક શિક્ષણ પ્રણાલી થી આ શક્ય છે. વર્તમાન લીલા (કૃત્રિમ બુધ્દિ દ્વારા ભારતીય ભાષાઓ શીખવાનો પ્રયાસ) હિંદી પ્રબોધ, પ્રવીણ અને પ્રાજ્ઞ પૈકેજો ના માધ્યમથી વિશ્વવ્યાપી સ્તરે અસમી, બંગલા, ગુજરાતી, કન્નડ કશ્મીરી, મલયાલમ, મણીપુરી, મરાઠી, નેપાલી, ઉડિયા, પંજાબી, તામિલ અને તેલગુ ભાષાઓના માધ્યમથી હિંદી શીખવા માટે આ પ્રયોક્તાના અનુરૂપ અને પ્રભાવી ઉપકરણ છે. આ પૈકેજો ના ઉપયોગ વ્યક્તિઓ અને સમૂહો બન્નેને સમાન રૂપે ભાષા શીખવા માટે ઉપયોગી થઇ શકે છે.
તેમ છતાં, આ શિક્ષક નો વિકલ્પ નથી. શિક્ષક આ પૈકેજો નો ઉપયોગ પાઠોને ખૂબ જ સરસ બનાવીને કરી શકે છે અને શીખનારની સમસ્યાઓ ને સારી રીતે સમજી ને આમાં સુધારા વધારા કરીને તેના માટે ઉપયોગી બનાવી શકે છે.
આ પાઠ્યક્રમ રાજભાષા વિભાગ, ગૃહમંત્રાલય, ભારત સરકાર ના વર્ગો અને દૂરવર્તી શિક્ષણમા હિંદી પ્રબોધ, હિંદી પ્રવીણ અને હિંદી પ્રાજ્ઞના પાઠ્યક્રમ રૂપે પહેલાથી ચલાવવામાં આવે છે.
લીલા હિંદી પ્રબોધ
લીલા હિંદી પ્રબોધ નો ઉદ્દેશ્ય હિંદીનો આધારભૂત જ્ઞાન આપવાનો છે અને સરકારી કામકાજમા પ્રાથમિક સ્તરે રોજબરોજના કાર્યમાં રાજભાષા હિંદી નો ઉપયોગ કરવા વિશે છે.આ પૈકેજ મા વર્ણમાલા, શબ્દાવલી, પાઠો (51 એકમો) અને શબ્દકોશના નમૂનાઓ શામેલ છે.
1. વર્ણમાલા મોડ્યૂલ
1. સામાન્ય શબ્દાવલી (ચિત્રાત્મક)
2. કાર્યાલયોનાં નામો
3. પદનામો
4. મંત્રાલયોના નામો
1. શબ્દાર્થ
2. સ્વાધ્યાય - 1
3. સ્વાધ્યાય - 2
4. સ્વાધ્યાય - 3
5. સ્વાધ્યાય - 4
6. અવ્યવસ્થિત વર્ણો
1. ઉદ્દેશ્ય ખંડ
2. વાક્ય વિશ્લેષણ ખંડ
3. આખ્યાન ખંડ
4. નવા શબ્દો ખંડ
5. શબ્દ પરિવાર ખંડ
6. વ્યાકરણ ખંડ
7. અભ્યાસ ખંડ
8. સ્વાધ્યાય ખંડ અને
9. કસોટી ખંડ
નોંધ : પૈકેજના કોઇપણ ભાગ ઉપર જવા માટે આપવામાં આવેલ નિયંત્રણ મેનૂ કે શોર્ટકટ મેનૂમા જવા માટે માઉસ ની જમણી બાજુએ ક્લીક કરવાથી ઉપયોગ કરી શકો છો.વધારાની વિગત પ્રાપ્ત કરવા માટે 'એફ1' દબાવો - મદદ વિન્ડો ખુલશે.તમારી શ્રેણી નો ચયન કરો જેમા તમે મદદ મેળવવા ઇચ્છતા હોવ.
4. શબ્દકોશ મોડ્યૂલ
નોંધ : આ સીમિત (વ્યાપક) શબ્દકોશ છે.
લીલા હિંદી પ્રવીણ
લીલા હિંદી પ્રવીણ - 1 લાંબો બીજી શ્રેણીના હિંદી પાઠ્યક્રમ છે જેને સરકારી અને કૉર્પોરેટ ક્ષેત્રના કર્મચારિઓ માટે ખાસ કરીને બનાવવામા આવ્યો છે.લીલા હિંદી પ્રબોધ પાઠ્યક્રમને પૂર્ણ કર્યા પછી હિંદીના વ્યાપક જ્ઞાન મેળવા માટે આ પાઠ્યક્રમ ઉપયોગી છે.આ પાઠ્યક્રમનો ઉદ્દેશ્ય સરકારી કામકાજમા રોજબરોજ સામે આવતી સ્થિતિઓ માં હિંદી ના જ્ઞાનના સ્તર ને વધારવા માટે અને હિંદીના લિખિત રૂપ અને આધારભૂત પ્રયોજન મૂલક વ્યાકરણ થી સજ્જ કરવા માટે છે.
પ્રવીણ પૈકેજ મા પાઠો (27 પાઠો અને 04 સમીક્ષા પાઠો) અને શબ્દકોશ મોડ્યૂલ શામેલ છે.
1. પાઠ મોડ્યૂલ
નોંધ :આ સીમિત (વ્યાપક) શબ્દકોશ છે.
લીલા હિંદી પ્રાજ્ઞ
લીલા હિંદી પ્રાજ્ઞ પાઠ્યક્રમની રચના ખાસ કરીને હિંદી સીખનારને હિંદી નોંધ લેખન, સરકારી પત્રાચાર અને પાઠોના વિવિધ રૂપો જેમ કે નોંધો, આદેશો, સ્મૃતિ પત્રો, અરજીઓ, પરિપત્રો અધિસૂચનાઓ, અહેવાલો, કાર્યનોંધો, કાર્યવાહિઓ, માગણી પત્રો, સ્મૃતિ પત્રો, પ્રેસ (...), પ્રેસ અધિસૂચના વગેરે વિશે ભારત સરકારની કાર્યાલયી કાર્યપ્રણાલી મુજબ જ્ઞાન આપવા માટે કરવામાં આવે છે.
હિંદીમા યોગ્ય પારિભાષિક શબ્દો અને અભિવ્યક્તિઓના ઉપયોગ કરવાથી શીખનારની ક્ષમતામાં પણ વધારો થાય છે.પાઠ્ય સામગ્રીમા પ્રયુક્ત પાઠો અને આખ્યાનો પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે કાર્યાલયી પ્રણાલિકા વિશે પ્રાસગિક સૂચનો, વિભિન્ન કાર્યાલયી કામકાજો અને કાર્યવાહિઓ, સરકારી ફાઇલ પધ્દતિ, કાર્યના નમૂનાઓ, વિભાગો અને અનુભાગો વચ્ચે કામની વહેંચણી, વિભિન્ન પ્રકારના પત્રાચાર અને આ કાર્યાલયોમાં ઉપયોગ આવેલ વિભિન્ન ફૉર્મો અને ઢાંચાલો વિશે ખાસ કરીને સામગ્રીનો સમાવેશ કરવામા આવ્યો છે.
આ પૈકેજ ભારત સરકારના કર્મચારિઓ, અર્ધસરકારી કાર્યાલયો, પબ્લિક સેક્ટર નાં ઉપક્રમો, નિગમો નાણાંકિય સંસ્થાઓવિશે ખાસ કરીને બનાવવામાં આવ્યા છે જેમા હિંદીમાં પ્રયોજન મૂલક કાર્યાલયી કામકાજમાં કરવા માટે રાજભાષા માં કામ કરવાની વાદયતા છે.પ્રાજ્ઞ પેકેજના ઉપયોગ કરવાની પૂર્વ યોગ્યતા આ રીતે છે કે શીખનારને હિંદી પ્રવીણ પાઠ્યક્રમ પૂર્ણ કર્યા હોવુ જોઇએ અથવા સમકક્ષ સ્તરે હિંદીમા બોલચાલ અને લેખિત રૂપનો કાર્યસાધક જ્ઞાન હોવો જોઇએ.આ પૈકેજનો ઉપયોગ એવી વ્યક્તિઓ પણ કરી શકે છે જેની માત્ર ભાષા હિંદી છે પણ તેઓ કાર્યાલયી કામકાજ ને હિંદીમા સારી રીતે કરવા માટે સજ્જ નથી અને જેને સરકારી રૂપો, અભિવ્યક્તિઓ, પારિભાષિક શબ્દાવલી વગેરેના યોગ્ય જ્ઞાન મેળવવાની જરૂર છે.
પ્રાજ્ઞ પાઠ્યક્રમ સરચના :
આ પાઠ્યસામગ્રીમાં 33 પાઠો છે અને આ પાઠો ચાર ભાગોમા મુકવા માં આવ્યા છે.:
1. ભાષા આધારિત સમીક્ષા પાડો (1 - 6)
2. પત્રાચાર નો મુસદ્દા લેખન (7 - 17)
3. હિંદીમા નોંધ લેખન (18 - 33)
4. એકમ પરીક્ષાઓ (1 - 4)
નોંધઃ : આ સીમિત (વ્યાપક) શબ્દકોશ છે.
અમને આશા છે કે સરકારી કર્મચારિઓ, સામાન્ય શીખનારાઓ અને શિક્ષકો ને આ પૈકેજ ઉપયોગી જોશપૂર્ણ અને ઉપયોગમાં સરળ લાગશે. અમે તમારા પ્રતિભાવો અને સલાહ-સૂચનો ને આવકારિએ છીએ.
અન્ય ભારતીય ભાષાઓની મદદથી હિંદી શીખવા માટે અહિંયા ક્લીક કરો.